સાંસદશ્રી આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન – ૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

copy image

કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ
દ્વારા આયોજીત ઓપન કચ્છ ડે – નાઇટ “સાંસદ ક્રિકેટ
ટુર્નામેન્ટ સીઝન – ૩ ને વર્લ્ડ ઈન્ડીયામાં મળ્યું સ્થાન. રેકોર્ડ
સર્ટીફીકેટ અર્પણ કરતાં શ્રી મિલનભાઇ સોની અને
દેવ્યાનીબેન સોની.
કચ્છ લોક સભા તથા સમાજ નવનિર્માણ ભુજ દ્વારા આયોજિત ઓપન ડે નાઇટ “સાંસદ ક્રિકેટ
ટુર્નામેન્ટ સીઝન – ૩ જે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તારીખ ૦૬/૦૩/૨૦૨૫ થી
૨૨/૦૬/૨૦૨૫ ટોટલ ૧૦૮દિવસ રમાયેલ મેચોમાં ટોટલ ૬૦૦+ ટીમોમાં ૮૮૨૦ જેટલા ટોટલ
ખેલાડીઓ એ રસ પૂર્વક ભાગ લીધો હતો.
વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા ના પ્રતિનિધિશ્રી મિલનભાઈ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા નિરીક્ષણ
કરી વિગતો મેળવી પ્રમાણીત કરી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા બુકમાં
સ્થાન મળ્યું છે. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો – સ્વયં સેવકો સૌ નો સાંસદશ્રીએ
આભાર વ્યક્ત કર્યો હતો. વર્લ્ડ રેકોર્ડસ બનતા આનંદ વ્યક્ત કર્યો હતો.