ભીરંડિયારા નજીક ટ્રેઇલરમાંથી 300 લિટર ડીઝલની ચોરી થતા મામલો પોલીસ ચોપડે ચડયો

copy image

ભીરંડિયારા નજીક ટ્રેઇલરમાંથી 300 લિટર ડીઝલ ચોરી થઇ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ફરિયાદી ટ્રેઇલરમાં મીઠું ભરીને લઇ જતો હતો, તે સમય દરમ્યાન ફરિયાદીની ગાડી પાસે એક ગાડી આવી જતાં તેને બચાવામાં તેની ગાડી રોડની સાઇડમાં ઊતરી ગઇ હતી, અને ફસાઈ ગઈ હતી. રાત્રીનો સમય હોવાથી ફરિયાદી ત્યાં જ ગાડીને રાખી તેમાં સુઈ ગયો હતો. ત્યાર બાદ સવારે ઊઠતાં ડીઝલની ટાંકીનું ઢાકણું તૂટેલી હાલતમાં હતું. અને તેમાંથી 300 લિટર કિં.રૂા. 27,300ના ડીઝલની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.