કેરા ગામની સીમમાંથી કુલ કિં.રૂ.૩૪,૧૯,૦૨૨/- નો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિતનો મુદામાલ પકડી પાડતી માનકુવા પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓ તરફથી પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબીશન ને લગતા મુદ્દામાલનુ ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે સંબંધે શ્રી પી.પી. ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, માનકુવા પોલીસ સ્ટેશનનાઓની રાહબરી હેઠળ માનકુવા પો. સ્ટે. ના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ રાણા તથા પો. કોન્સ. કિરણકુમાર પુરોહિત નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે કેરા ગામની સીમમાં બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરી દારૂની હેરફેર કરે છે તે હકીકત આધારે જરુરી વર્કઆઉટ કરી કેરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કિં.રૂ.૨૭,૧૯,૦૨૨/- જથ્થા સહિત કુલ્લ કિં.રૂ.૩૪,૧૯,૦૨૨/- નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન એકટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીની વિગત-
(૧) અનોપસિહ અભેસિહ રાઠોડ રહે- કેરા તા.ભુજ
(૨) અજાણ્યો માણસ (દારૂનો જથ્થો ભરેલ બોલેરો પીકઅપ મોકલનાર અજાણ્યો માણસ)
(૩) બોલેરો પીકઅપ વાહન રજી.નં.GJ-13-AX-2568 નો નાસી જનાર ચાલક
(૪) બોલેરો પીકઅપ વાહન રજી.નં. GJ-13-AX-2568 નો માલીક
(૫) તપાસમા ખુલે તે તમામ
કબ્જે કરેલ મુદામાલ-
(૧) મેકડોનલ્સ નં.૧ કંપનીની વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૧૪૪ કીં.રૂ.૧,૫૭,૫૩૬/-
(૨) રોયલ ચેલેન્જ કંપનીની વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૧૮૬૦ કી.રૂ.૨૪,૪૫,૯૦૦/-
(૩) રોયલ સ્ટેગ કંપનીની ૧૮૦ એમ.એલ. ના કવાટરીયા (બોટલ) નંગ ૪૮ કી.રૂ.૧,૧૫,૫૮૬/-અલગ-અલગ બ્રાન્ડન નાની-મોટી કુલ બોટલ નંગ-૨૧૯૬ કી.રૂ.૨૭,૧૯,૦૨૨/- નો મુદામાલ
(૪) મહિન્દ્રા બોલેરો પીક-અપ વાહન કિં.રૂ.૭,૦૦,૦૦૦/-
- એમ કુલ કિં.રૂ. ૩૪,૧૯,૦૨૨/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આરોપી નં.(૧) અનોપસિંહ અભેસિંહ રાઠોડનો ગુનાહિત ઇતિહાસ:-
(૧) મુન્દ્રા પો.સ્ટે. ૧૧૨૦૫૦૩૨૨૨૦૯૩૮/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ,ઇ, ૮૧,૯૮(૨) વિ. મુજબ
(૨) મુન્દ્રા પો.સ્ટે. ૧૧૨૦૫૦૩૨૨૩૧૫૯૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઇ, ૮૧,૯૮(૨) વિ. મુજબ
(૩) મુન્દ્રા પો.સ્ટે. ૧૧૨૦૫૦૩૨૨૩૧૫૨૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨) વિ. મુજબ
(૪) અંજાર પો.સ્ટે. ૧૧૯૯૩૦૦૩૨૩૦૩૯૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨)
(૫) માનકુવા પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં-૧૧૨૦૫૦૧૩૨૫૦૩૮૯/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫ (એ)(ઇ), ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮ (૨) બી.એન.એસ ક.૧૧૧ (૨), બી (૩) (૪) મુજબ
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી.પી.પી.ગોહિલનાઓની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા, અજયસિંહ ઝનકાંત તથા પો. હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર તથા પો. કોન્સ. કીરણભાઇ પુરોહીત તથા પો. કોન્સ. મહેશભાઇ જાદવ તથા ડ્રા.હે.કો. વિજયભાઈ ખાંટનાઓ જોડાયેલ હતા.