ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઈ

copy image

copy image

ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતી છ મહિલાઓને પોલીસે ઝડપી પાડી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામના ગુરુકુળ 10-એના મકાન નંબર 55ની સામે ગત દિવસે સાંજે જાહેરમાં ધાણીપાસા વડે છ મહિલાઓ જુગાર રમી રહ્યી હતી. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે રોકડ રકમ 6300 સાથે તે મહિલાઓને ઝડપી લીધી હતી. વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ આ મહિલાઓ છેક મુંદરા, ભુજ તેમજ મેઘપરથી અહી જુગાર રમવા માટે આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.