પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

રાપર ખાતે આવેલ વાંઢમાં પાંચ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર વાંઢમાં રહેનાર પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરેથી કુદરતી હાજતે જવા માટે નીકળી હતી. તે સમય દરમ્યાન આરોપી શખ્સ ત્યાં આવી તે બાળકી સાથે બદકામ કરવાના ઇરાદે તેને બાવળની ઝાડીમાં લઇ ગયો હતો જ્યાં નરાધમે બાળકી સાથે શારીરિક અડપલાં કરી બદકામ કરવાની કોશિશ કરી હતી. આ બનાવની જાણ ભોગ બનનારના પરિવારજનોને થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.