નાડાપાની એક કંપનીના રહેણાંક મકાનની દીવાલ ધરાશાયી થતા છ વર્ષીય બાળકનું મોત; એક ઘાયલ
copy image

નાડાપાની બ્રાઇટ માઇક્રોન કંપનીમાં આવેલા રહેણાંક મકાનના સિમેન્ટના બ્લોકની દીવાલ પડતા બે નાના બાળકો દબાઈ ગયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નાડાપાની બ્રાઇટ માઇક્રોન કંપનીમાં આવેલા રહેણાંક મકાનના રસોડા નજીક એક છ વર્ષીય તેમજ એક 5 વર્ષીય આ બે બાળકો રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક સિમેન્ટના બ્લોકની દીવાલ પડી જતા આ બંને બાળકો તેની નીચે દબાઈ ગયા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં છ વર્ષીય સાહિલ બાબુ ડામોરનું મોત નીપજ્યું હતું. તેમજ પાંચ વર્ષીય બાળકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે શ્રમજીવી પરિવારમાં ભારે ચકચારી મચી જવા પામી છે.