નાડાપા ફાટક નજીક સાત લાખની મત્તાની ચોરી થતા મામલો પોલીસ ચોપડે ચડયો

copy image

copy image

નાડાપા ફાટક નજીક સાત લાખની મત્તાની ચોરી થઇ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અનવર બિલાલ સમા અને તેની પત્ની સાજાબાઇ તેઓના પીયર વાયદ હાસમ સમા જે નાડાપા ફાટક પાસે પશુઓ સાથે બેઠા છે ત્યાં ગયા હતા. રાત્રી રોકાણના કારણે મહિલાએ પોતાના દાગીના ઉતારી પેટીમાં રાખ્યા હતા. ત્યાર બાદ રાત્રી દરમ્યાન મહિલાના રોકડા રૂા,27,000 તેમજ સોના ચાંદીના દાગીના કુલ રૂ; સાત લાખની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.