જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ICDS શાખા, જિલ્લા પંચાયત ભુજ–કચ્છ દ્વારા *“પોષણ ઉત્સવ–2026”*નું આયોજન કરવામાં આવ્યું હતું.

૪૫ (2)

જિલ્લા પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં  જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ, જિલ્લા  પ્રોગ્રામ ઓફિસર  તેમજ વિવિધ શાખાના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ અને મહિલા અને બાળ અધિકારી, વાનગી તજજ્ઞ નિર્ણાયક ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગીતા નોંધાવી હતી.

આ પોષણ ઉત્સવમાં કચ્છ જીલ્લાના ૧૦ તાલુકાના ૧૯ ઘટકના કુલ 114 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને 114 વિવિધ પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શન માટે રજૂ કરવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અન્ય કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વિના, આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ *THRના પેકેટ તથા જાડા ધાન્ય (મિલેટ્સ)*માંથી વિવિધ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. બહેનોએ પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનો સુંદર પરિચય કરાવતા વિવિધ વાનગીઓ રજૂ કરી હતી.

નિર્ણાયકશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ વાનગીઓનું પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વાદ, રજૂઆત અને સર્જનાત્મકતા જેવા માપદંડોના આધારે ચકાસણી તથા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ વાનગીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ

પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણ પત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.

જિલ્લા કક્ષાએ ક્રમ પ્રાપ્ત કરનાર બહેનોએ આગામી ઝોન કક્ષાએ યોજાનાર વાનગી પ્રદર્શનમાં પોતાની વાનગી રજૂ કરવાની રહેશે. આ કાર્યક્રમ દ્વારા  THR તથા જાડા ધાન્યના ઉપયોગ કરીને  પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની પ્રેરણા આપી, તેમજ પોષણ અંગે જાગૃતિ વધારવામાં આવી. તથા આંગણવાડી કાર્યકર બહેનોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું