ડોક્ટર્સ ડે નિમિત્તે કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને હેલ્થ યુનિટ દ્વારા વિશેષ ઉજવણી

કચ્છ જિલ્લામાં 1 જુલાઈ – “ડોક્ટર્સ ડે” નિમિત્તે EMRI Green Health Services દ્વારા સંચાલિત મોબાઇલ હેલ્થ યુનિટના સ્ટાફ તથા આરોગ્ય વિભાગના સહયોગથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે સતત સેવા આપતા ડૉક્ટરોને પ્રોત્સાહન આપવા અને તેમના સમર્પિત યોગદાન માટે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓએ હાજરી આપી અને પોતાના સંબોધનમાં ડૉક્ટરોના કાર્યને બિરદાવ્યું. કાર્યક્રમમાં મુખ્યત્વે નીચેના અધિકારીઓ હાજર રહ્યા હતા:

🔹 ડૉ. શ્રીવાસ્તવ રોઈ – માંડવી
🔹 ડૉ. સુતરીયા – ગાંધીધામ
🔹 ડૉ. દિનેશ પટેલ – RCHO
🔹 ડૉ. કેશવ કુમાર – EMO
🔹 ડૉ. મોતીલાલ રોઈ – રાપર
🔹 ડૉ. મંથન – CHC મુન્દ્રા
🔹 મોટાલાઈજા PHC ની ટીમ
આ અધિકારીઓએ સહકાર અને એકતા સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો અને ફ્રન્ટલાઇન હીરોઝ સમાન ડૉક્ટરોના યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

ડોક્ટર્સ ડે ના ઉદ્દેશ્ય મુજબ, આ ઉજવણીના માધ્યમથી કચ્છ જિલ્લાની આરોગ્ય સેવાઓમાં સતત કાર્યરત ડૉક્ટરોના ઉત્સાહ અને મનોબળમાં વધારો કરવા હેતુપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.