ગાંધીધામના ગળપાદરમાંથી ત્રણ ખેલીઓની થઈ ધરપકડ
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાંથી ત્રણ ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ગળપાદરમાં જિલ્લા જેલ પાછળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી જુગાર રમતા ત્રણ ઈશમોને 8 હજારની રોકડ સાથે રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.