ભચાઉમાં ટ્રેનની હડફેટે આવી જતા યુવાનનું મોત
copy image

ભચાઉ રેલવે મથક નજીક ચોબારીના એક યુવાનનું ટ્રેનની હડફેટે આવી જતા ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ચોબારીનો 26 વર્ષીય શંભુ માદેવા ઢીલા નામનો યુવાન મુંબઇમાં દુકાન ચલાવે છે. ગત દિવસે તે મુંબઈ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ અચાનક તે યુવાન ટ્રેનની હડફેટે આવી જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. વધુમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ એક મહિના પહેલાં જ આ યુવાનના લગ્ન થયા હતા. આ ઘટના બાદ હતભાગીના પરિવારમાં ભારે ચકચાર મચી ગઈ છે.