લગ્નની લાલચે કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

અંજારમાં લગ્નની લાલચે કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર ઈશમ વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં કિશોરીને લગ્નની લાલચ આપી નરાધમે શારીરિક સંબંધ બાંધતાં કિશોરી ગર્ભવતી બની હતી. ઉપરાંત આ ઈશમ તેમજ અન્ય આરોપીઓ શખ્સોએ કિશોરીની સંમતી વગર ગર્ભપાત કરાવતાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. વધુમાં સૂત્રોના જણાવી રહ્યા છે તે અનુસાર અંજારના રેલવે મથક પાછળ આવેલા એક વિસ્તારમાં ગત તા. 1/1/2024થી 21/6/2025 દરમ્યાન આ બનાવ બન્યો હતો. આરોપી ઈશમે ભોગ બનનાર કિશોરીને લગ્નની લાલચ આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરીણામે આ કિશોરી ગર્ભવતી બનતાં આરોપી શખ્સે અન્ય સાથે મળી કિશોરીની સંમતી વગર હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં ગર્ભપાત કરાવ્યુ હતું. આ મામલે પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.