ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ ડ્રગ્સના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃતીઓને નેસ્ત નાબુત્ક૨વા “SAY NO TO DRUGS “ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે જવાહરનગર તા.ગાંધીધામ મધ્યે આવેલ અર્બુદા હોટેલ રૂમ નં.૧૯ માં પંચો સાથે રેઈડ કરતા બે ઇસમોને માદક પદાર્થ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી તેમના કબ્જામાં રહેલ માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીશ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા આ મળી આવેલ માદક પદાર્થ Heroin, Morphine or Codeine ડ્રગ્સ હોય જે માદક પદાર્થ ડ્રગ્સનું વજન-૩૪.૪૩૦ ગ્રામ હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ બો આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરૂધ્ધ The Narcotics Drugs And Psychotropic Substances Act હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) ગુરદેવસિંઘ રેશમસિંઘ જાતે જટ ઉ.વ.૪૮ ૨હે.રાદલકે તા.પટ્ટી જી.તરનતારણ પંજાબ
(૨) ઇકબાલસિંઘ મુખત્યારસિંઘ લધડ ઉ.વ.૫૦ રહે.કોટખાલસા તા.જી.અમૃતસર પંજાબ
:: ગુના રજીસ્ટર નંબર ::
ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-બી ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૬૨૫૦૯૦૪/૨૦૨૫ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી),૨૨(બી).૨૯ મુજબ
:: કબ્જે કરેલ મુદ્દામાલની વિગત ::
(૧) માદક પદાર્થ ડ્રગ્સ વજન- ૩૪.૪૩૦ ગ્રામ કિ.રૂ.૧૭,૨૧,૫૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫.૫૦૦/-
(3) રોકડા રૂપીયા-૪,૧૦૦/-
(૪) આધાર કાર્ડ-૦૧ કિ.રૂ.00/00
(૫) પીળા કલરની પ્લાસ્ટીકની ખાલી કોથળી કિ.રૂ.00/00 કુલ્લ કિ.રૂ.૧૭,૩૧,૧૦૦/
ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ. એમ.એચ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.