બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત
copy image

ખાવડાના આર.ઇ. પાર્કમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં યુવાનને જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ ગઇકાલે રાત્રે ખાવડાના આર.ઇ. પાર્કમાં એલસી-1થી એલસી-2 પ્લાન્ટમાં 29 વર્ષીય હિમાંશુ નામનો યુવાન બાઇક લઇ જઈ રહ્યો હતો. તે સમય દરમ્યાન રસ્તામાં ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.