નખત્રાણાના વાલ્કા મોટા નજીક પવનચક્કીનું પાંખડુ અધ વચ્ચે તુટી નીચે પટકાયું
copy image

નખત્રાણા ખાતે આવેલ વાલ્કા મોટા નજીક ખાનગી કંપનીની પવનચક્કીના ત્રણ પાંખડામાંથી એક પાંખડુ અધ વચ્ચે તુટી જતા ધડાકાભેર જમીન પર પટકાયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના અંગે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ વાલ્કા મોટા નજીક ખાનગી કંપનીની પવનચક્કીના ત્રણ પાંખડામાંથી એક પાંખડુ અધ વચ્ચે તુટી જતા ધડાકાભેર જમીન પર પટકાયું હતું. જેનો ભારે અવાજ આવતા ગામ લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈ માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે વધુ પ્રાપ્ત થયેલ માહિતી મુજબ તે વિસ્તારમાં વરસાદ ન હતો છતાં આ ઘટના કેવી રીતે બની તે તપાસનો વિષય બની ગયો છે.