સુરતમાંથી 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો : હતભાગીને સહછાત્રએ માર્યો અને પ્રિન્સિપાલે શારીરિક દંડ આપ્યો હોવાના પિતાના આક્ષેપો
copy image

સુરત શહેરમાંથી 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતક વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી લાપતા હતો. જેની તેમના પરીવાર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. આની વચ્ચે તળાવમાંથી એક શખ્સના મૃતદેહની જાણ મૃતકના પરીવારને મળતા તેમના પર આભ ફાટી નિકળ્યું હતું. તેઓએ તુરંત જઈ તપાસ કરતા આ ગુમ વિધ્યાર્થી હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, હતભાગીને સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક અન્ય વિદ્યાર્થીએ માર્યો હતો અને ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે પણ શારીરિક દંડ આપ્યો હોવાના ગંભીર આક્ષેપો મૃતકના પિતા દ્વારા કરવામાં આવેલ છે.