મોટા ભાડિયામાં ત્રણ મહિલા સહિત છ ખેલી પકડાયાં : 1.02 લાખની રોકડ કબજે

માંડવી તાલુકાના મોટા ભાડિયામાં રહેણાક મકાનના આંગણામાં  પત્તા રમતા ત્રણ મહિલા સહિત છ ખેલીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી તેમની પાસેથી 1,02,000 સહિત કુલ રૂા. 1,37,000નો માલ-સમાન કબજે લીધો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોટા ભાડિયામાં ખેંગાર ભોજા ગઢવીના રહેણાક મકાનના આંગણામાં પત્તા રમતા નારણ પુનશી ગઢવી, હરિ વિરમ ગઢવી, શામળાભાઈ મંગાભાઈ ગઢવી, ખીમશ્રી નાગાજણ ગઢવી, જેતબાઈ દેવાંધ ગઢવી અને અરુણા શાંતિલાલ નાગડાને પોલીસે ઝડપી લીધા હતા અને 1,02,000 રોકડા તથા ચાર મોબાઈલ કિં. રૂા. 35,000 મળી કુલ રૂા. 1,37,000નો માલ-સમાન કબજે કર્યો હતો.