ભુજમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહીત ત્રણને પોલીસે દબોચ્યા

copy image

ભુજમાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહીત ત્રણ ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજના જૂના રેલવે સ્ટેશન માર્ગે ગોધરાવાળી ધર્મશાળાની બાજુની ગલીમાં આરોપી મુસા ઇસ્માઇલ કાચાનાં મકાનની નજીક જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા મહિલા સહિત ત્રણને પોલીસે રોકડ રકમ 4470 સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.