મેઘપર (કું)માં મહિલા સહીત ચાર શખ્સો દ્વારા માતા-પુત્ર પર હુમલો

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર (કું)ના અંજલિ પાર્ક સોસાયટીમાં મહિલા સહીત ચાર શખ્સો દ્વારા માતા-પુત્ર પર હુમલો કરવામાં આવતા મહિલાને ઈજાઓ પહોચી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા,29/6ના મેઘપર (કું)ના મહેંદી નગરમાં રહેનાર શકીનાબેન ઇલિયાસ સોઢા અને તેનો પુત્ર આસિફ જઈ રહ્યા હતા. ત્યારે તેમના પતિ ઇલિયાસ ઇબ્રાહીમ સોઢા તેમજ સાસુ અસીનાબેને રોકવી અમારો વીડિયો ડિલિટ કરી નાખજો તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ માતા-પુત્ર રાશન લેવા માટે જઇ રહ્યા હતા. તે સમય દરમ્યાન મહિલા સહીત ચાર શખ્સો દ્વારા માતા-પુત્ર પર ધોકા વડે હુમલો કરાતા મહિલાને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોચી હતી. આ બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ બંને પક્ષો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.