સુરતમાં પોલીસ લખેલ બેકાબુ કારે ત્રણ બાઈક અને શાકભાજી વેચનારને અડફેટે લઈ ફિલ્મી દ્રશ્યો ઊભા કર્યા : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

સુરતમાં બેકાબુ કારે એક ગાડી, ત્રણ બાઈક અને શાકભાજી વેચનારને અડફેટે લઈ ફિલ્મી દ્રશ્યો જેવા હાલત ઊભા કરી દેતાં તમામના જીવ તાળવે ચોંટયા હતા. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, માંડવી-ઝંખવાવ માર્ગ પર માલધા ફાટા નજીક આ અકસ્માત સર્જાયો હતો. અહી બેકાબુ કારે એક ગાડી, ત્રણ બાઈક અને શાકભાજી વેચનારને અડફેટે લીધા હતા. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનાહાની થઈ ન હતી પરંતુ બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવમાં કારના ડેસ્કબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કારચાલક એસઆરપી જવાન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું  છે. સાથે જ કારની અંદર દારુની બોટલ અને બિયરના ટીન જોવા મળતાં ચાલક નશામાં હોવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અકસ્માત સર્જ્યા બાદ ચાલક નાસી છૂટ્યો હતો.