ભરૂચના જંબુસરના સરદારપુરામાં કંપનીમાં લોખંડના શેડનું કામ કરતી વખતે ઊંચેથી પટકાતાં એક શ્રમિકનું મોત : ત્રણ ઘાયલ

copy image

copy image

ભરૂચ ખાતે આવેલ જંબુસરના સરદારપુરામાં એક કંપનીમાં લોખંડના શેડનું કામ કરતી વખતે ઊંચેથી પટકાતાં એક શ્રમિકનું મોત નીપજયું છે. આ ગોઝારા બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત શુક્રવારના રોજ આ બનાવ સરદારપુરામાં આવેલી રેકમેન્ટ એલાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બન્યો હતો. અહી લોખંડના શેડનું કામ કરતી વખતે સેફ્ટી બેલ્ટ તૂટી જવાના કારણે ચાર મજૂરો ઊંચાઈ પરથી નીચે પટકાયા, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું જ્યારે અન્ય ત્રણ શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ છે.