મહિલાનોને આત્મ નિર્ભર બનાવવા માટે સિલાઈ મશીનની ભેટ અપાઈ

આજ રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દાતાઓના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસીકલ અને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર બનવા માટે મદદ કરવામાં આવી. આ પ્રસંગે અંધજન મંડળ કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી એ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની ટપાલ દાતાઓ સુધી પહોંચાડી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચી છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બંને સસ્થાઓની કામગીરીને બિરદાવી હતી. તેમને નખત્રાણામાં જે સેવાકીય પ્રવુંતીઓ દરીયાસ્થાન મંદિર મધ્યે થાય છે તેનો લાભ નખત્રાણા થી કરીને લખપત અને છેવાડાના માનવી સુધી પહોચે છે તની ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ મોતાએ આ સમિતિની શરૂઆત થી આજ દિન સુધીના કાર્યોની રૂપરેખા આપી હતી અને અરવિંદભાઈ જોષીની સેવાઓને બિરદાવી હતી.રાજગોર મહાસભાના પ્રમુખશ્રી જયપ્રકાશભાઈ ગોર, ઉપપ્રમુખ હિરાલાલ મોતા, જયેશભાઈ ઠક્કર તુષારભાઈ આઈયા ,નિતીનભાઈ ચાવડા ,સલીમભાઈ ચાકી ,નેતીરામભાઈ –નિવૃત પી.એસ.આઈ. PSI, કચ્છકેર ના રિપોર્ટર –પ્રેમજીભાઈ બળીયા ,કેતનભાઈ ગઢવી આ તમામ પણ આ સેવાકીય કાર્યો બદલ તેમના શબ્દોમાં શુભેચ્છા વ્યક્ત કરી હતી. કચ્છના પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનભાઈ ગઢવી એ પોતાનો શુભ સંદેશ પાઠવ્યો હતો.ત્યારબાદ અરવિંદભાઈ જોશીએ જે વતન પ્રેમી દાતાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો છે તેમની માહિતી આપી હતી અને તેમનો આભાર માન્યો હતો.
1 ટ્રાયસિયકલ દાતા માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તે: “ઘાટકોપર રત્ન” શ્રી ધીરજભાઈ મહેતા ગોધરામુંબઈ તરફથી આપવામાં આવશે.
2 સિલાઈ મશીન દાતા શ્રીમતી જ્યોતિબેન અશ્વિન ચંદન નરા ડોમ્બીવલી
1 સિલાઈ મશીન શ્રીમતી મંજુલાબેન ચંદ્રકાંત મોતા ગોધરા મુંબઈ
1 સિલાઈ મશીન શ્રી હરિ “સબકા મંગલ હો” અમેરિકા
1 સિલાઈ મશીન “સબકા મંગલ હો” બારોઇ મુન્દ્રા મુંબઈ તરફથી આપવામાં આવશે.
1.સિલાઈ મશીન શ્રીમતિ કાન્તાબેન કાંતિલાલ રવજી છેડા હસ્તે : ઘાટકોપર રત્ન ધીરજભાઈ મહેતા ગોધરા મુંબઈ
ઉપરોક્ત દાતાઓએ આ સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપી પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે અંધજન મંડળ કે.સી.આર.સી.ના મેનેજર અરવિંદસિંહ ગોહિલે સંસ્થા દ્વારા ભુજ માં એક નવો પ્રોજેક્ટ જેમાં કોઈપણ વ્યક્તિ ભુક્યા ના સુવે તે માટે ભૂખ્યાને ભોજન મળી રહે તે હેતુથી રાજ રાત્રે ૧૦૦ લોકો માટે ભોજન બનાવી અલગ અલગ વિસ્તારોમાં જઈને ભોજન જમાડવામાં આવે છે. આ કાર્ય માં ભુજના કોઇ પણ સેવાભાવી વ્યક્તિઓએ સમય નું દાન આપવું હોય તો અમારી ટીમમાં જોડવા માટે સંસ્થામાં સંપર્ક કરી આવી શકે છે તેવી રજૂઆત કરી હતી. આખરે આ કાર્યક્રમની આભારવિધિ નીતિનભાઈ ચાવડાએ કરી હતી.