મિરજાપરના રહેણાંક મકાનમાંથી 26 હજારની રોકડ સાથે આઠ ખેલીઓની થઈ ધરપકડ

copy image

મિરજાપરમાં એક રહેણાંક મકાનમાંથી 26 હજારની રોકડ સાથે આઠ ખેલીઓને જુગાર રમતા રંગે હાથ દબોચી લીધા હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મિરજાપરના સહજાનંદ નગરમાં જયદેવ કરણીદાન ગઢવી પોતાના કબ્જાના રહેણાક મકાનમાં ખેલીઓને બોલાવી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી-રેડ પાડી બાતમી હકીકત વાળા સ્થળ પરથી જયદેવ સહિત કુલ આઠ જુગારપ્રેમીઓને રોકડ રૂા. 26,600 અને ચાર મોબાઇલ કિં. રૂા. 16,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.