ભચાઉના યશોદાધામ-નાની ચીરઇ નજીક નંબર પ્લેટ વગરની કારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

copy image

ભચાઉ ખાતે આવેલ યશોદાધામ-નાની ચીરઇ નજીક કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઈશમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધનજી ભીખા રબારી નામનો શખ્સ નાની ચીરઇ-યશોદાધામ પાસે પેગાસસ કંપની સામે રોડ નજીક કાર ઊભી રાખી દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ત્યારે પોલીસે આ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ નંબરપ્લેટ વગરની કારમાંથી કુલ રૂા. 9700નો શરાબ કબ્જે કરાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.