“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટ કરનાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”


ગઇ તા.૦૨/૦૭/૨૦૨૫ ના રોજ આરોપીઓ (૧) સરફરાજ ઈબ્રાહીમ ત્રાયા તથા (૨) સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ વાળાઓએ સાથે મળી ગુન્હાહીત કાવતરુ રચી ફરીયાદીને પોતાના ઘરેથી બાઈકમાં બેસાડી અપહરણ કરી સંસ્કાર સ્કુલના પાછળના ભાગે લઈ જઈ ફરીયાદી સાથે ગાળા ગાળી કરી ફરીયાદીને માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી તથા છરીના હાથા વડે માથાના ભાગે મારી ઈજા પહોંચાડી ફરીયાદી પાસેથી રૂ.પ,૦૦૦/- લુંટ કરી નાશી ગયેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.૨.નં.૭૬૪/૨૦૨૫ બી.એન.એસ. ની કલમ- ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૩૭(૨),૩૦૯(૪), ૨૯૬(બી),૩૫૧(૩), ૬૧ (૨)બી,૫૪ વિગેરે મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ એ.એસ.આઈ નિલેશભાઈ ભટ્ટ. પંકજકુમાર કુશવાહ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવિનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શકિતસિંહ ગઢવી તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઈ ગઢવી તથા કલ્પેશભાઇ ચૌધરીનાઓની અલગ- અલગ ટીમો બનાવી ઉપરોકત ગુન્હાઓના આરોપીઓને શોધવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે સ્ટાફના કર્મચારીઓ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસ આધારે આ ગુન્હા કામે સંડોવાયેલ આરોપીઓ અંગે શોધખોળ કરતા નવિનકુમાર જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હા કામે સંડોવાયેલ આરોપીઓ સીતારા ચોક ભુજ મધ્યે હાજર છે જેથી તે જગ્યાએ જઈ ખરાઈ કરતા આ ગુન્હા કામે સંડોવાયેલ આરોપીઓ (૧) સરફરાજ ઈબ્રાહીમ ત્રાયા રહે. ભીડનાકા બહાર સીતારા ચોક ભુજ તથા આરોપી (૨) સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ રહે. ભીડનાકા બહાર દાદુપીર રોડ ભુજ વાળાઓ મળી આવતા તેમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હા કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી બન્ને આરોપીઓને ઉપરોકત ગુના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- આરોપીઓ
- સરફરાજ ઈબ્રાહીમ ત્રાયા રહે. ભીડનાકા બહાર સીતારા ચોક ભુજ
- સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ રહે. ભીડનાકા બહાર દાદુપીર રોડ ભુજ
