મેઘરાજાએ મહેર કરતાં ગીરમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું આનો વચ્ચે ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર બે સિંહણ સૌંદર્યને માણતી દેખાઈ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે, ગીરમાં પણ વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે ગીર સોમનાથના ગીરગઢડના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર બે સિંહણ વરસાદી માહોલમાં લટાર માણવા નીકળેલી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.