ખેડા બસ સ્ટેશન નજીક રાઈસ મીલમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી

copy image

copy image

ગુજરાત રાજ્યના ખેડાના બસ સ્ટેશન નજીક રાઈસ મીલમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી.  આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખેડાના બસ સ્ટેશન નજીક આવેલ રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની મીલમાં આ આગનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક ખેડા ફાયરની ટીમ સહિત નડિયાદથી ફાયર ફાઈટરની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આગ એટલી ભયાનક છે કે જેમાં સંપૂર્ણ માલ-સામન બળીને ભશ્મ થયાની સંભવાના છે. બનાવને પગલે આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.