અમદાવાદમાં બની ગોઝારી ઘટના : રોહિકા ગામમાં ડીપમાં ન્હાવા ગયેલ યુવાનનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત

copy image

અમદાવાદમાં ગોઝારી ઘટના બની હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં બાવળા તાલુકાના રોહિકા ગામે રોહિત સોલંકી નામનો યુવાન ગામમાં આવેલી ડીપના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે મોતને ભેટયો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થાત વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલ રોહિકા ગામમાં આ ઘટના બની હતી. અહી રોહિત સોલંકી નામનો યુવાન ગામમાં આવેલી ડીપમાં ન્હાવા ગયેલ હતો જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા જ તાત્કાલિક ગામ લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ શરૂ કરી અને અંતે, યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.