કંડલામાં ટ્રક રીવર્સ લેતી વેળાએ યુવાન કચડાઈ જતા મોત

copy image

કંડલામાં રીવર્સ આવતી ટ્રકે યુવાનને અડફેટે લેતા ગંભીર ઈજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ મુળ બિહારના હાલે કંડલા સી-બર્ડ ગોદામની ઓરડીમાં રહેતા 32 વર્ષીય લક્ષ્મી સત્યનારાયણ માઝી નામનો યુવાન ગત રાત્રે 12 વાગ્યાના અરસામાં ઓરડીએ સૂતા હતા તે સમય દરમ્યાન કોઈ અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક રીવર્સ લેતા ટ્રક યુવાન પર ચડી ગયું હતું. જેમાં તેનું ગંભીર ઈજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.