આગામી મહોરમ તાજીયાના તહેવારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતીથી તહેવારની ઉજવણી થાય તે અનુસંધાને જરૂરી સુચના આપેલ

copy image

જે અન્વયે શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તરફથી પશ્ચિમ કચ્છ જીલ્લામાં સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં તાજીયા મહોરમ તહેવાર અનુસંધાને કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે નહી અને કોમી એખલાશ અને ભાઇચારાથી મહોરમનો તહેવાર ઉજવવામાં આવે તે અન્વયે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે સુચના અન્વયે પશ્ચિમ કચ્છ જીલ્લાના ભુજ શહેર એ ડીવીઝન, ભુજ શહેર બી ડીવીઝન તથા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અગાઉના ૧૦ વર્ષમાં શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય તેવા આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલ જે અન્વયે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ૯૦ આરોપીઓ, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ૪૦ આરોપીઓ તથા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ૩૧ આરોપીઓ હાજર રહેલ તે તમામ આરોપીઓને આગામી મહોરમ તહેવારમાં સુલેહશાંતી જાળવી રાખવા તેમજ કોઇપણ પ્રકારનો વિક્ષેપ ઉભો નહી કરવા સમજ કરવામાં આવેલ અને તે પૈકી કુલ ૨૦ ઇસમો ઉપર તહેવાર નિમીતે સુલેહશાંતીનો ભંગ ન કરે તે માટે અટકાયતી પગલા લેવડાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજીયા જુલસ નિકળનાર રૂટ ઉપર પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ રૂટ પેટ્રોલીંગ કરેલ છે સાથોસાથ હાલના વરસાદી માહોલમાં કોઇ વિજવાયર કે વિજ થાભલામાં ઇલેટ્રીક સોટ થતો થતો નથી તેની ખરાઇ પી.જી.વી.સી.એલ ખાતાને સાથે રાખી કરાવવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયત તથા નગરપાલીકા સાથે સંકલન કરી તાજીયા મહોરમના રૂટને યોગ્ય રીતે જાળવણી કરાવવાની કામગીરી પણ કરવામાં આવેલ છે.