ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ એક્ટીવા ચોરીનો ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શકિતસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ મંગલમચાર રસ્તા બાજુથી ખેગારબાગ તરફ સફેદ કલરની એકટીવા ટુ વિલ્હર લઇને આવી રહેલ છે અને તે એકટીવા ટુ વિલ્હરના આગળની સાઈડ નંબર પ્લેટ લગાડેલ ન હોય અને તેના કબ્જામાં રહેલ એકટીવા ચોરી કે છળકપટથી મળેવેલ છે જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ મળી આવતા મજકુર ઇસમને તેનુ નામ-ઠામ પુછતા હીરેનગીરી સુરેશગીરી ગુંસાઇ ઉવ. ૩૬ રહે. બ્રમસમાજ સોસાયટી કુકમા તા.ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમ પાસે તેના કબ્જાની એકટીવા ટુ વિલ્હરના માલીકી બાબતેના કોઇ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ તેમજ આ એકટીવા ટુ વિલ્હર આજથી એક દોઢ માહીના પહેલા રઘુવંશી નગરમાં પાર્કીંગમાંથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ. જેથી સદરહુ એક્ટીવા અંગે ખરાઇ કરાવતા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. ૦૭૧૪/૨૫ બી.એસ.એસ. કલમ ૩૦૩ (૨) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોવાની હકિકત જણાઇ આવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ એક્ટીવા બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ
  • હોન્ડા કંપનીની એકટીવા રજી.નં. જીજે ૧૨ સી.એસ. ૪૮૮૩, કી.રૂા. ૧૫,૦૦૦/-

:• પકડાયેલ ઇસમ

  • હીરેનગીરી સુરેશગીરી ગુંસાઇ ઉવ. ૩૬ રહે. બ્રમસમાજ સોસાયટી કુકમા તા.ભુજ

:• શોધી કાઢેલ ગુનો

  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન. ૦૭૧૪/૨૫ બી.એસ.એસ. કલમ ૩૦૩ (૨