ગુજરાતી ફિલ્મ “ડેડા”નું અમદાવાદમાં પ્રીમિયર યોજાયું

ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ 4 જુલાઈથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રિલીઝની પૂર્વસંધ્યાએ અમદાવાદના PVR એક્રોપોલિસમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ અને ક્રૂ તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મમાં ગૌરવ પાસવાલા અને હેલી શાહ લીડ રોલમાં છે, જ્યારે અસરાની, હિતને તેજવાની, સોનાલી દેસાઈ અને મેહુલ બુચ જેવાં જાણીતી કલાકારો પણ મહત્ત્વના પાત્રોમાં છે.
ફિલ્મ ‘ડેડા’ની વાર્તા એક સામાન્ય માણસ અખિલની આસપાસ ફરે છે, જેની પત્ની ખુશી પ્રેગ્નન્ટ છે અને હાઈ રિસ્ક ડિલિવરીનો સામનો કરે છે. આ કપરા સમયમાં અખિલ માટે તાત્કાલિક લાખો રૂપિયાની વ્યવસ્થા કરવી પડકારરૂપ હોય છે. ઈમોશનલ અને ફાઇનાન્સિયલ તણાવ વચ્ચેની આ વાર્તા દરેક મિડલ ક્લાસ પિતાની વાસ્તવિકતાને સ્પર્શે છે.
રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ