ભુજના ચુબડકની કંપનીના પ્લાન્ટમાંથી 1.60 લાખની તસ્કરી થતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

ભુજ ખાતે આવેલ ચુબડકની કંપનીના પ્લાન્ટમાંથી 1.60 લાખની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુબડકના સીમ વિસ્તારમાં આવેલી એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ લિમિટેડ કંપનીમાં કામ કરનાર આરોપી દીપેન્દ્રસિંહ રાજપૂત અને તેના મિત્ર રામપાલ સોલંકી વિરુદ્ધ આ ચોરીના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સો કંપનીના પ્લાન્ટમાંથી મોટરો તથા સ્ટોરરૂમનું તાળું તોડી તેમાં રહેલો સામાન અને ઈલેક્ટ્રીક સાધનોમાં વપરાતા બેટરી, વેલ્ડિંગ પેટી વગેરે મળી કુલ રૂા. 1,60,000ના મુદ્દામાલની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.