ભચાઉમાં છ જુગારીઓ ઝડપાયા

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ આંબરડીના વાડી વિસ્તારમાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા છ જુગારીઓને પોલીસે પકડી લીધા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના આંબરડીથી લુણવા જતા માર્ગ પર એક વાડીમાં અમુક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આરોપી ઇસમોને ઝડપી પાડયા હતા. પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રૂા,54,500 જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.