ચોંકાવનારી ઘટના આવી સામે : 10 ઊંટ કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા

copy image

સમગ્ર ગુયાજરાત રાજ્યભરમાં મેઘરાજા મહેર કરી રહયા છે ત્યારે ગત દિવસે એક ચોંકાવનારી ઘટના કચ્છમાંથી સામે આવી રહી છે. કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી 10 જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે આનો વિડીયો પણ શોસિયલ મીડિયામાં ફરતો થયો છે. ત્યારે ખારાઈ ઊંટ એશિયમાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઉંટની પ્રજાતિ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના ખંભાળીયા તાલુકાના સીંગચ ગામના માલધારી પોતાના ખારાઇ પ્રજાતિના ઊંટોને લઇને કચ્છના કંડલા નજીક વનસ્પતિ ખવડાવા લઈ ગયેલ હતા. જ્યાં અતિ ભારે વરસાદના કારણે 10 જેટલા ઊંટ દિનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઇ ગયા હતા. જે તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા. ત્યારે વાડીનાર પોલીસ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવેલ હતું. બાદમાં આ તમામ ઊંટોને તેમના માલિક સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.