અમદાવાદના જુહાપુરામાંથી 11 વિદેશી પોપટની તસ્કરી
copy image

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાંથી 11 વિદેશી પોપટની તસ્કરી થતાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાંથી એક્વેરિયમ શોપનું શટર તોડીને અજાણ્યા શખ્સો વિદેશી પોપટની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે CCTV ના આધારે આગળની વધુ છાનબીન હાથ ધરી છે.