ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં રિફ્લેક્ટર બેલ્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું

copy image

ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં ગૌ માતાઓના હિત માટે રિફ્લેક્ટર બેલ્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ મામલે વધુ પ્રાપ્ત થતી માહિતી મુજબ રોડ-રસ્તાઓ પર ગાયોની વધતી સંખ્યા અને વધતા જતા અકસ્માતોના કારણે ગૌમાતાની સુરક્ષાને ધ્યાને લઇ ગાંધીધામના કર્તવ્ય ગ્રૂપે એક નવતર પહેલ શરૂ કરી, જેમાં ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં બિન વારસુ ગાયો અને નંદીઓના ગળામાં રિફ્લેક્ટર બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રિફ્લેક્ટર બેલ્ટથી ગાયોની સુરક્ષા પણ થઇ શકશે અને અકસ્માતો પણ નઈ થાય.