બોગસ ડોક્ટર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.સુરેન્દ્રનગર


શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડો.ગીરીશ પંડયા સાહેબ (IPS) સુરેન્દ્રનગર નાઓએ બોગસ ડોકટર પકડી પાડવા અને તેવોના વિરુધ્ધ અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ ગુનાહીત પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની પણ સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે એસ.ઓ.જી સ્ટાફના PC કુલદિપસિંહ સામતસિંહ ગોહીલ નાઓને બાતમી હકિકત મળેલ કે રાણાગઢ ગામે પ્રેકટીસ કરતા ડૉકટર શીબુપડા અબીનાસ બીસ્વાન રહે.રાણાગઢ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળો પોતાના કબ્જા વાળા રહેણાંક મકાનમાં કોઇપણ જાતની ડીગ્રી વગરની એલોપેથીની સારવાર કરે છે અને માનવ આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની હકિકત મળેલ હોય જેથી એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર સ્ટાફ સાથે રાણાગઢ ગામે હકિકતવાળી જગ્યાએ મેડીકલ ઓફીસરશ્રી ડો.હાર્દિકભાઇ બી.રાઠોડ પી..એચ.સી.નાનીકઠેચી નાઓને સાથે રાખી રેઇડ કરતા આ કામના આરોપી શીબુપડા અબીનાસ બીસ્વાન ઉ.વ.૫૬ ધંધો.મેડીકલ પ્રેક્ટિશ રહે.રાણાગઢ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર મુળરહે.ટેન્ટુલીયા કુર્બાપારા સ્વરૂપનગર નોર્થ ૨૪ પરગનાશ રાજ્ય પશ્ચિમબંગાળ વાળો મળી આવેલ અને તેના કબજામાંથી અલગ અલગ કંપનીની એલોપેથી દવાઓ કીમત રૂપીયા – ૭૯૪૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર આરોપી વિરૂધ્ધ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ -૩૦ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કામગીરી માં જોડાયેલ અધિકારી /કર્મચારી :-
PI શ્રી બી.એચ.શીંગરખીયા, PSI શ્રી એન.એ.રાયમા, PSI શ્રી આર.જે.ગોહીલ, HC અમરભા કનુભા ગઢવી PC મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડ PC કુલદિપસિંહ સામતસિંહ PC નીતીનભાઇ હરેશભાઇ