નખત્રાણાના યક્ષ નજીક આઇનોક્સ કંપનીના સ્ટોરમાંથી 79 હજારની તસ્કરી

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ યક્ષ નજીક આઇનોક્સ કંપનીના સ્ટોરમાંથી કિં.રૂા;79,230ની મત્તાની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના યક્ષ ખાતે આવેલા આઇનોક્સ કંપનીના સ્ટોરની ગત તા;2/6ના રાત્રીથી બીજા દિવસની સવાર સુધીમાં ફેન્સિંગ-વાડ તોડી ઘુસી જઈ વાયર તથા કન્ટેનરનું તાળું તોડી તેમાંથી ટૂલ્સની ચીજવસ્તુઓ જેની કી.રૂ. 79,230ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.