ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.વિસ્તારમાં થયેલ મો.સા ચોરીનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મો.સા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી આવા ગુનામાં અવાર નવાર સંડોવાયેલ આરોપીઓને ચેક કરી આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા ને સુચના આપેલ

જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.વાય પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇસ્પેક્ટર આર.એચ.ઝાલા નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મીલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારુ તેમજ ધરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓના ગુનાઓ અનડીટેકટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુના ડીટેક્ટ કરવા અસરકારક પરીણામ લક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા. એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમી હકીકત અધારે કે, અનીલભાઇ માધુભાઇ ગુજ્જર રહે. કોળીપરા ધ્રાંગધ્રા હાલ રહે મેથાણ તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો ચોરીમા ગયેલ મો.સા સાથે મુદામાલ ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી પકડી પાડી મો.સા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ

(૧) એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. ૩૫,૦૦૦/-

♦ પકડાયેલ ઇસમ

અનિલભાઇ માધુભાઇ ગુજ્જર રહે. કોળીપરા ધ્રાંગધ્રા હાલ રહે- મેથાણ તા ધ્રાંગધ્રા

  • ડીટેક્ટ થયેલ ગુનાની વિગત –

ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે ખાતે ગુ.ર.નં.૪૯૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબનો

  • કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે.જાડેજા તથા પો.સબ ઇન્સ જે વાય પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.ઝાલા તથા પેરોલ ફર્લો સ્કોડ ના પો.હેડ.કોન્સ.દશરથભાઇ ઘાંઘર તથા પો.કોન્સ યુવરાજસિંહ સોલંકી તથા એલ.સી.બીના પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ એ રીતેના સ્ટાફ ચોરીના આરોપીને પકડી પાડેલ છે.