ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો નંગ ૨૬૧૭૯ કિંમત રૂપિયા ૧,૫૩,૮૬,૫૦૦/- નો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, પ્રધ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, સુનિલકુમાર પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, કલ્પેશકુમાર ચૌધરી તથા ડ્રા.મહેન્દ્રસિંહ જાડેજાનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ આર.જેઠી સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી તથા જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા રહે. ગામ ખાનાય તા.અબડાસા વાળાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહાર થી ગેસના ટેન્કર આર.ટી.ઓ. રજીસ્ટર નંબર- GJ 06 AU 6669 વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી મંગાવેલ હોઈ અને તે ટેન્કર મુંદરા થી માંડવી સુધી લાવવા સારુ યુવરાજસિંહ જાડેજા પોતાના કબ્જાની સફેદ કલરની ફોર્ચ્યુનર કાર થી ટેન્કર આગળ પાઇલોટીંગ કરી રહેલ છે અને હાલે આ ગેસનું ટેન્કર મુંદરા-માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલ હોટલ ઓમ બન્ના પાસે રોડ પર ઉભેલ છે અને આ ગેસના ટેન્કરમાં રહેલ જથ્થો રાત્રીના સમયે કટીંગ કરવાના છે. જે હકીકત આધારે તપાસ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને મજકુર ઇસમોના કબ્જામાંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૨૦૬/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫-(એ) (ઈ), ૧૧૬ (બી), ૮૧,૮૩,૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂ. ૧,૬૪,૨૬,૫૦૦/-)
- ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ- ૨૬૧૭૯ કી.રૂા. ૧,૫૩,૮૬,૫૦૦/-
- ગેસનુ ટેન્કર રજી.નં. GJ 06 AU 6669 કી.રૂા. ૧૦,૦૦,૦૦૦/-
- મોબાઈલ ફોન નંગ- ૦૩ કી.રૂા. ૪૦,૦૦૦/-
:• હાજર મળી આવેલ આરોપી
- કૃષ્ણકુમાર માલારામ જાટ (ચૌધરી) ઉ.વ.૨૪ રહે. ઈન્દ્રાવાસ, ખડીન તા.રામસર થાના રામસર જીલ્લો. બાડમેર રાજસ્થાન.
- લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપુત ગામ ઉ.વ. ૨૧ રહે. ગામ જેકરીયા તા.લાડનું થાના જસવંતગઢ જીલ્લો નાગોર રાજસ્થાન
- રામદેવસિંહ ઉર્ફે રૂતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ. ૨૫ રહે. ગામ ગુંદીયારી તા.માંડવી
:• હાજર નહી મળી આવેલ આરોપી
- યુવરાજસિંહ વજુભા જાડેજા રહે. ગામ ત્રગડી તા.માંડવી (લીસ્ટેડ બુટલેગર)
જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા રહે. ખાનાય તા.અબડાસા કચ્છ. (લીસ્ટેડ બુટલેગર)