ઈટાલીના મિલાનમાંથી ભયાવહ દુર્ઘટના સામે આવી : એક શખ્સ ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા વિમાનના એન્જિનમાં ખેંચાઈ કમકમાટીભર્યુ તેનું મોત

copy image

copy image

ઈટાલીના મિલાનમાંથી ભયાવહ દુર્ઘટના સામે આવી રહી છે જેમાં 35 વર્ષીય એક શખ્સ ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા વિમાનના એન્જિનમાં ખેંચાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. આ બાણાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ શખ્સ રનવે પર ઝડપથી દોડી રહ્યો હતો. તે દરમ્યાન ત્યાં ઉભેલા વોલોટિયા એરલાઈન્સના એરબસ A319 વિમાનની એન્જિનની ઝપેટમાં આવી જવાના કારણે આ બનાવ બન્યો છે.  આ સમયે વિમાન સ્પેનના એસ્ટ્રિયાસ જવા માટે પુશબેકની પ્રક્રિયામાં હતું. આ એવી પ્રક્રિયા છે, જેમાં વિમાનને ગેટથી ટેક્સીવે તરફ પાછળ ધકેલવામાં આવે છે. આ સમયે વિમાનના એન્જિનમાં ખેંચાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.