સુરતના ભાઠા ગામમાંથી ગોઝારી ઘટના સામે આવી : જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે પરિવારના ત્રણ સભ્યોએ જીવ ખોયો

copy image

copy image

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ગોઝારી ઘટના અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાઠા ગામમાં ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ બનાવ બન્યો છે. આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.