ગુજરાતના સાબરકાંઠામાંથી ગોઝારો બનાવ સામે આવ્યો : રાજસ્થાનથી મહેમાનગતિ કરવા આવેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

copy image

copy image

ગુજરાતના સાબરકાંઠાના વિજયનગરમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં રાજસ્થાનથી મહેમાનગતિ કરવા આવેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સાબરકાંઠાના વિજયનગરના વાંકડા તળાવમાં આ ઘટના  બનો હતી. રાજસ્થાનથી મહેમાનગતિએ આવેલા અને તળાવમાં નાહવા પડેલા 30 વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. ફાયર ફાયટરની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.