ગુરુ પૂર્ણિમા દિને જિલ્લા ભાજપ દવારા કરાઈ ગુરુ વંદના

copy image

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાયે, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાયે.

જેમ અજાણ્યા રસ્તાઓ પર “જીપીએસ” ઉપયોગી થઈ લક્ષ્ય પર પહોંચાડે છે તેવી જ રીતે જીવનપથ પર સાક્ષાત ગુરુ ભવસાગર પાર કરવા મદદરૂપ બને છે તે ગુરુઓ ને ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવ વંદના.

આપણા સૌના જીવનમાં ગુરુ નું પદ ઉચ્ચસ્તરે છે અને તેમના આશીર્વાદ અને તેમના બતાવ્યા સદરસ્તે ચાલીને આપણે સારા કર્યો કરવાની પ્રેરણા મળતી હોય છે.ગુરુ એટલે જીવનમાં સફળ થવા માટે નો સાચો માર્ગ બતાવનાર.
કચ્છ જિલ્લા ભાજપ દવારા પણ આ ગુરુ પૂર્ણિમા ના દિવસે તમામ મંડળો માં આસપાસ રહેતા મહાન સાધુ,સંતો કે જેઓ સમાજ ને સાચી રાહ બતાવે છે અને જેમનું કાર્ય સમાજ ને સદમાર્ગે દોરવાનું છે તેવા સાધુ સંતો ને મળી તેમના આશીર્વાદ મેળવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ ના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ની આગેવાની માં જિલ્લા ભાજપ દવારા જિલ્લા ના વિવિધ ધાર્મિક સ્થળો પર જઈ ગુરુ વંદના નો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.દેવજીભાઈ દ્વારા અંજાર શહેર માં ધાર્મિક સ્થાનો પર જઈ ગુરુ વંદના કરવામાં આવી હતી તેવી રીતે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા  ભુજ શહેર મધ્યે, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા એ ભચાઉ અને રાપર તાલુકા,  ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેર ખાતે, ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા એ અંજાર મધ્યે, માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેર મધ્યે, વિરેન્દ્રસિંહ જાડેજા એ ભચાઉ અને રાપર મધ્યે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા અને નખત્રાણા ના વિવિધ ધાર્મિક સ્થળોએ મુલાકાત લઇ દર્શન કરી સાધુ સંતો -મહંતો ના આશીર્વાદ મેળવ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું.

આ અંગે દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ના સંસ્કાર મુજબ ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે તમામ મંડલોમાં સુપ્રસિદ્ધ મંદિરો અને સ્થળો પર જઈ ત્યાં સેવા પૂજા કરતા સાધુ, સંતો મહંતો ના આશીર્વાદ લઇ ગુરુ વંદના કરવામાં આવી હતી તેમજ તેમણે સમાજ માટે આપેલ પ્રદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ગુરુ વંદના ના કાર્યક્રમ માં જિલ્લા ભાજપ ના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ,  ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા ના હોદેદારો, તમામ મંડળના પ્રમુખ મહામંત્રીઓ તેમજ હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ મોરચાના હોદેદારો સહીત કાર્યકર્તાઓ જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદી માં જણાવ્યું હતું