વયવંદના અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ દવારા તમામ મંડળો માં પ્રવાસ કરાયો

copy image

જિલ્લા ભરમાં 257 સ્થળોએ કેમ્પોનું આયોજન કરાયું
નરેન્દ્રભાઈ મોદી ની સરકાર ને 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પથી સિદ્ધિ અભિયાન હેઠળ ભાજપ સંગઠન દવારા વિવિધ સેવાકીય અને લોકલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી દ્વારા વરિષ્ઠ નાગરિકો માટેની વયવંદના યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ ના નેજા હેઠળ જિલ્લા ભર માં કેમ્પો યોજી કાર્ડ બનાવાની કામગીરી હાથ ધરાઈ હતી. વય વંદના કાર્યક્રમનો દેશભરના ૭૦ વર્ષથી વધુ વયના લોકોને મહત્તમ લાભ મળે અને આ સંદર્ભે જાગૃતિ આવે એવા એકમાત્ર હેતુથી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તા. 1 જુલાઇ થી જિલ્લા ભર માં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોએ કેમ્પો યોજાયા હતા.
જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ જીલ્લાના તમામ શહેરી મંડળોમાં તમામ વોર્ડમાં તેમજ તાલુકા મંડળોમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ તાલુકા પંચાયત સીટ પર વયવંદના કાર્યક્રમોના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી ભુજ શહેર માં 11, માંડવી શહેર માં 9 મુન્દ્રા શહેર માં 7, અંજાર શહેરમાં 9, ગાંધીધામ શહેરમાં ૧૩, ભચાઉ શહેરમાં 7, રાપર શહેરમાં 7 વોર્ડમાં જ્યારે તાલુકા કક્ષાએ ગ્રામ્ય મંડળોમાં લખપત તાલુકામાં 16, અબડાસા તાલુકામાં 18, નખત્રાણા તાલુકામાં 20, ભુજ તાલુકામાં 32, માંડવી તાલુકામાં 20, મુન્દ્રા તાલુકામાં 18, અંજાર તાલુકામાં 20, ગાંધીધામ તાલુકામાં 06, ભચાઉ તાલુકામાં 20, રાપર
તાલુકામાં 24 તાલુકા પંચાયત બેઠકો સહિત સમગ્ર જિલ્લા ભરમાં 257 થી વધુ સ્થાનો પર વયવંદના નોંધણી કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ.
આ અંગે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી દવારા અમલ માં મુકાયેલી અનેક લોકલક્ષીયોજનાઓ પૈકીની વયવંદના યોજના નો વધુ માં વધુ લોકો લાભ લે તેવા આશય થી જિલ્લાભરમાં કેમ્પો યોજી આરોગ્ય વિભાગના સહયોગ થી અને તમામ મંડળો ના હોદેદારો,આગેવાનો, કાર્યકરો ની જહેમત થી અત્યાર સુધીમાં 257 જેટલાં કેમ્પો યોજી બહોળી સંખ્યામાં આયુષ્માન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ વયવંદનાના કેમ્પો ચાલુ રહેશે.
આ અભિયાનમાં વિવિધ મંડલોમાં જુદી જુદી જગ્યાઓએ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઇ છાંગા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી,જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા ના હોદેદારો, આગેવાનો, સંકલ્પ થી સિદ્ધિ યોજનાના જિલ્લા ઇન્ચાર્જ હિતેશભાઈ ખંડોલ, સહ ઇન્ચાર્જ સુરેશભાઈ સંઘાર,હેમંતભાઇ શાહ, રવિભાઈ ત્રવાડી, વયવંદના અભિયાન ના જિલ્લા ઇન્ચાર્જ બાલકૃષ્ણ મોતા, નગરપાલિકાના હોદેદારો,નગરસેવકો,તાલુકા પંચાયતના પ્રમુખો, સદસ્યો, મંડળ ના હોદેદારો, કાર્યકરો, શક્તિકેન્દ્રના પ્રમુખો,મોરચા ના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યા માં જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદી માં જણાવ્યુ હતું