કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસેતા.૧૨ જુલાઈ, સરદાર પટેલ નેશનલ મેમોરીયલ ખાતે રોજગાર મેળામાં આપશે હાજરી
તા. ૧૩ જુલાઈ, ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં જોડાશે.
૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત
ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૨ અને ૧૩ જુલાઈના રોજ અમદાવાદ અને ગાંધીનગરના
પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. ૧૨ જુલાઈ ૨૦૨૫, શનિવારના રોજ સવારે
૧૦-૩૦ વાગ્યે સરદાર પટેલ નેશનલ મેમોરીયલ, અમદાવાદ ખાતે ‘રોજગાર મેળા’માં હાજરી આપશે.
આ રોજગાર મેળામાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
તા. ૧૩ જુલાઈ ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૭-૦૦ વાગ્યે ગાંધીનગર ખાતે ‘સન્ડે ઓન
સાયકલ’ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં રાજય અને રાષ્ટ્રીય PSU પણ ભાગ લેશે.
મીડિયા કીટ:https://MansukhMandaviya.in/media-kit/