રામદેવ સેવાશ્રમ સંસ્થાએ પશ્ચિમ બંગાળની મહિલાનું તેના ગુમ થયેલ પતિ સાથે મિલન કરાવ્યું

રામદેવ સેવાશ્રમ સંસ્થાએ યુવાન મહિલાને તેનો ગુમ થયેલ પતિ શોધી આપી પતિ પત્નીનું મિલન કરાવ્યું હતું. આ મામલે વધુ પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ પશ્ચિમ બંગાળની 37 વર્ષીય મહિલા પોતાના પતિને શોધતી શોધતી ભુજ રેલ્વે સ્ટેશને પહોચી હતી. ત્યારે હેલ્પલાઇન 181 ને જાણ થતાં મહિલાને રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે મોકલવામાં આવી હતી. ત્યાર બાદ સંસ્થાએ પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી મોરબીમાં રહેતા તેના પતિનો સંપર્ક કર્યો હતો. આમ જુદા-જુદા શહેરોમાં રખડતી-ભટકતી આ મહિલાનું રામદેવ સેવાશ્રમ સંસ્થાએ તેના પતિ સાથે મિલન કરાવ્યું હતું.