કચ્છમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં

copy image

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે વિવિધ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓ, કોઝવેને રીપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામથી લઈને મુન્દ્રા પોર્ટને જોડતા રોડને રીપેર કરવામાં આવી રહ્યો છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત આ રોડમાં મેટલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વાહનોની અવરજવર પ્રભાવિત ના થાય. રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે કચ્છમાં વિવિધ રોડ રસ્તાઓ અને કોઝવે રીપેરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આ ઉપરાંત, ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિના લીધે કચ્છમાં જે પણ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેને યુદ્ધના ધોરણે રીપેર, પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી આયોજનબદ્ધ રીતે પૂરજોશમાં ચાલી રહી છે.