કેરા શેઠ જે.પી.-એલ.એસ. હાઈસ્કૂલના એ-વન છાત્રોને લેપટોપ ઇનામ તરીકે અપાયા

copy image

કચ્છમાં ઉચ્ચ ગુણાંકન સાથે બોર્ડની પરીક્ષાઓ પાસ કરનારની સંખ્યા ચાલુ વર્ષે 720 સુધી પહોંચી હતી. તે પૈકી જ્યાં 31 ગામોના છાત્ર છાત્રાઓ અભ્યાસ કરે છે તે કેરા હાઈસ્કૂલમાં ભણતા છાત્રોને સંચાલક ટ્રસ્ટ દ્વારા લેપટોપનું ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
158 વર્ષ જૂની શેઠ જે.પી.એલ.એસ. હાઇસ્કુલનું સંચાલન કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. 33 વર્ષ બાદ ગયા વર્ષે ધોરણ 12 માં એક છાત્રા એ-વન ગ્રેડમાં હતી.જે ચાલુ વર્ષે ધોરણ 10 માં મહેશ્વરી વિવેક વિજયભાઈ, બડગા અંકિત રામજીભાઈ, સમેજા અનસ મુસ્તાક, જાડેજા જુવાનસિંહ મંગલસિંહ, મહેશ્વરી ડિમ્પલ ગોવિંદ, ધોરણ-12 મહેશ્વરી મીત ભીમજી (કોમર્સ), બડગા મનીષ રામજી (સામાન્ય પ્રવાહ) એમ સાતને 30,500 ની કિંમતના lenovo કંપનીના સારા લેપટોપ ઇનામ રૂપે દાતાઓના હસ્તે અપાયા હતા. વિતરણ કાર્યક્રમમાં શિક્ષણપ્રેમી દાતા પ્રેમજીભાઈ કેસરા કેરાઈએ 2,46,000 રૂપિયાનું દાન, મુરજીભાઈ પીંડોરીયા બે લેપટોપ, પ્રેમજી બાપા તરફથી બે, જગદીશ નારણ વેલજી રાબડીયા (યુ.કે.) તરફથી બે, સ્વ.હરીશભાઈ પુરુષોત્તમ સચદેવ એક એમ ત્રણ લેપટોપ ટ્રસ્ટી ધીરજભાઈ લાધાણી ની પ્રેરણાથી જાહેર કરાયા હતા. ટ્રસ્ટ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ વાઘજીયાણી, ઉપપ્રમુખ ડો.દિનેશ પાંચાણી, મંત્રી વસંત પટેલ, સહમંત્રી મુકેશભાઈ વેકરીયા, અરવિંદભાઈ ભુવા, મેઘજીભાઈ હિરાણી, નરેન્દ્ર ભાઈ ભોજાણી, ધીરજભાઈ લાધાણી, અગ્રણી દેવજીભાઈ હિરાણી (કુંદનપર), હરીશભાઈ ખેતાણી સહિતનાએ સંકલન કર્યું હતું.ચોવીસીના મહિલાદાતા સુમિત્રાબેન હાલારીયા (યુ.કે.), કંચનબેન પાંચાણી, જશુબેન ભુવા, ધન્વંતીબેન હાલાઈ સહિત જોડાયા હતા. અગ્રણી નવીનભાઈ પાંચાણી, સમાજ ટ્રસ્ટી રવજીભાઈ કેરાઈ, દાતા શામજીભાઈ દબાસીયા, કે.કે. જેસાણી, રવજીભાઈ વરસાણી, કચ્છી દાનવીર ધનજીભાઈ દરબારે શાળાની પ્રગતિને બિરદાવી હતી.
આચાર્ય નીરજ શેઠિયા, રંજન પટેલ, ડિમ્પલ ભુવા, વિણા નારદાણી, પાર્વી વેકરીયા, જયંતીભાઈ રાઘવાણી સહિતનાએ સંકલન કર્યું હતું.
ફોટો લાઈન : કેરા કુંદનપર શિક્ષણ ટ્રસ્ટમાં લેપટોપ અર્પણ ની તસ્વીર…